Valsad: વાપીમાં કોન્ટ્રાકટરની કારમાંથી બે શખ્શો 10 લાખ રુપિયા ભરેલી બેગ તફડાવી ફરાર, CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ Video
વાપીના ગીતાનગર વિસ્તારમાં ટુ-વ્હીલર પર આવેલા બે શખ્શોએ કારમાંથી આ બેગને તફડાવી લીધી હતી. દમણની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરની ગાડીમાંથી વાપીમાં પૈસા ભરેલી બેગ યુવકો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.
વાપીના ગીતાનગર વિસ્તારમાંથી 10 લાખ રુપિયા ભરેલી બેગ તફડાવીને બે યુવકો ફરાર થઈ ગયા હતા. ટુ-વ્હીલર પર આવેલા બે શખ્શોએ કારમાંથી આ બેગને તફડાવી લીધી હતી. દમણની એક કંપનીના લેબર કોન્ટ્રાક્ટરની ગાડીમાંથી વાપીમાં પૈસા ભરેલી બેગ યુવકો ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. વાપી શહેરમાં આવેલા ગીતાનગર વિસ્તારમાં આ ઘટના બની હતી. આંગડીયા પેઢીમાંથી 10 લાખ રુપિયાની રકમ ઉપાડીને દમણ જવા નિકળ્યો હતો. ત્યારે જ સિફતાઈથી ટુવ્હીલર પર આવેલા બે શખ્શો રકમ ઉપાડીને ફરાર થઈ ગયા હતા.
લેબર કોન્ટ્રાક્ટર કંપનીએ જવા માટે નિકળ્યો હતો એ દરમિયાન તેની કારમાંથી બે અજાણ્યા શખ્શો રકમ લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આ ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV માં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. સ્થાનિક પોલીસે હવે આરોપીઓને ઝડપવા માટે કેવી કાર્યવાહી કરે છે અને તેમને ઝડપી લેવા માટે શુ પગલા ભરે છે તેની રાહ જોવાઈ રહી છે.
આ પણ વાંચોઃ સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું