Gujarat Video: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચામાં લાગી આગ, 2500 જેટલી ભારી બળીને થઈ ખાખ

|

Apr 11, 2023 | 5:40 PM

Rajkot: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચામાં ભીષણ આગ ભભુકી ઉઠી. યાર્ડમાં મરચાની ભારીઓમાં આગ લાગતા 2500 જેટલી મરચાંની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ છે. એકાએક આગ ભભુકી ઉઠતા ખેડૂતોમાં અફરાતફરી મચી ગઈ હતી.

રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અચાનક મરચામાં ભીષણ આગ ભભુકી ઉઠી. માર્કેટિંગ યાર્ડમાં એકાએક મરચાના જથ્થામાં આગ ભભુકી ઉઠી જેમા એકસાથે 2500 જેટલી મરચાની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ છે. એકાએક આગ લાગતા ખેડૂતોમાં અફરાતફરી અને દોડાદોડી મચી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. જેમા મોટાભાગની મરચાની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગ બુજાવવાની જહેમતમાં લાગી ગઈ છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડ એ મરચાંનુ હબ ગણાય છે. હાલ મસાલાની સિઝન ચાલી રહી છે. જેમા 12 મહિનાના મસાલા લોકો ઘરમાં ભરતા હોય છે. ત્યારે યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચાની આવક થઈ છે. હતી.  જો કે એકાએક યાર્ડમાં આગ ક્યા કારણોસર લાગી તે પણ તપાસનો વિષય છે.

વિકરાળ આગમાં યાર્ડમાં રહેલો મોટાભાગનો જથ્થો બળી ગયો છે. જેમા કરોડોનું નુકસાન થવા પામ્યુ છે. આગને કારણે ત્યાં હાજર બધાને બળતરા ઉપડી હતી. આંખમાં બળતરા થતા ખેડૂતો આમતેમ ભાગવા લાગ્યા હતા. મરચામાં આગ લાગતા લોકોને નાકમાં અને આંખમાં ભારે બળતરા ઉપડી હતી.

આ પણ વાંચો: Gujarati Video : રાજકોટનું ગોંડલ માર્કેટયાર્ડ નવી જણસથી ઉભરાયું, ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ

આપને જણાવી દઈએ કે ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણા, મરચા સહિતની જણસની મોટી માત્રામાં આવક થઈ રહી છે. હાલ માર્કેટયાર્ડમાં ધાણાની 1 લાખ ગુણીની આવક થઈ છે. જો ભાવની વાત કરીએ તો હરાજીમાં ધાણાનો ભાવ 1400થી લઈને 2100 રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે. જ્યારે મરચાનો ભાવ 4000થી લઈને 7000 સુધી મળી રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- દેવાંગ ભોજાણી- ગોંડલ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Video