Gujarat Video: અખીલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ બન્યા દિલીપદાસજી, રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં નિર્ણય

|

Sep 06, 2023 | 6:32 PM

Ahmedabad: અખીલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નૌતમ સ્વામીને હટાવાયા બાદ હવે દિલીપદાસજીની નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજની અધ્યક્ષતામાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે વિવાદી ભીંતચિત્રોના વિવાદ બાદ નૌતમ સ્વામીને પ્રદેશ પ્રમુખપદેથી દૂર કરાયા હતા.

Ahmedabad: સનાતની સાધુ-સંતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજને મોટી જવાબદારી મળી છે. અખીલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે મહંત દિલીપદાસજી મહારાજની વરણી કરવામાં આવી છે. સાળંગપુર વિવાદની વચ્ચે હવે મહંત દિલીપદાસજી મહારાજને અખીલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખની જવાબદારી મળી છે.

જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રીય પ્રમુખ અવિચલદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા અખીલ ભારતિય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ તરીકે નૌતમ સ્વામી હતા, પરંતુ ઉત્તરપ્રદેશના લખનઉમાં મળેલી બેઠક બાદ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.

બે કાર્યકારી અધ્યક્ષની પણ કરાઈ નિમણુક

આ નિમણુક અંગે અવિચલદાસજીએ જણાવ્યુ કે રાષ્ટ્ર બચાવવા માટે કદાચ એક ગામનો ત્યાગ કરવો પડે તો કરી દેવો અને ગામ બચાવવા માટે કદાચ એક વ્યક્તિનો ત્યાગ કરવો પડે તો કરી દેવો. વધુમાં તેમણે ઉમેર્યુ કે આ સંત સમિતિના પ્રમુખની વરણી સાથે બે કાર્યકારી અધ્યક્ષની પણ નિમણુક કરવામાં આવી છે. જેમા મહામંડલેશ્વર મોહનદાસ મહારાજ અને રાજેન્દ્ર દાસજી ગીરી મહારાજની પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુક કરવામાં આવી છે

આ પણ વાંચો: Ahmedabad: તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ઓછો પહોંચ્યાની ફરિયાદ ઉઠી, ગોડાઉન મેનેજરે જાણો શુ કહ્યુ?

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video