Patan : સિદ્ધપુર GIDCમાં પ્રતિબંધિત પોલીથીન બનાવતી ફેક્ટરી પર GPCBના દરોડા

Patan : સિદ્ધપુર GIDCમાં પ્રતિબંધિત પોલીથીન બનાવતી ફેક્ટરી પર GPCBના દરોડા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 11:27 PM

પાટણના સિદ્ધપુર GIDCમાં GPCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીન બનાવતી ફેક્ટરી પર GPCBની ટીમે કાર્યવાહી કરી છે. પ્લાસ્ટિકની પોલીથીન બનાવતી ફેક્ટરીના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીનનો જથ્થો સીલ કરાયો છે.

પાટણમાં સિદ્ધપુર GIDCમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીન બનાવતી ફેક્ટરી પર GPCBએ દરોડા પાડ્યા છે. GPCBની ટીમ અને સિદ્ધપુર SDMની સંયુક્ત ટીમે દરોડા પાડીને લાખો રૂપિયાનો પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીનનો જથ્થો સીઝ કરી દીધો છે. તથા પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીન બનાવતી ફેક્ટરીના માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસ્ટિક આપણા સ્વાસ્થ્યને સીધી અને આડકતરી રીતે પ્રભાવિત કરે છે. પ્લાસ્ટિક સદીઓ સુધી ડીકમ્પોઝ થતું નથી અને આનાથી વોટર પોલ્યુશન, એર પોલ્યુશન અને સોઇલ પોલ્યુશન થાય છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકને લઈ એચએએલ પાટણમાં તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો : આગ ઝરતી ગરમીમાં રહેશે 6 કલાકનો વીજકાપ, જાણો કેમ ?

GPCBની ટીમ અને સિદ્ધપુર SDM દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી હતી. મહત્વનુ છે કે પાટણના તંત્ર દ્વાર આ અંગે વારંવાર ટકોર કરવામાં આવી હતી. પરંતુ તેમ છતા ગેરકાયદે રીતે પ્રતિબંધ પ્લાસ્ટિક બનાવટી ફેક્ટરી ધમધમી રહી હતી. જેને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીન બનાવતી ફેક્ટરીના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યવાહીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની પોલીથીનનો લાખો રૂપિયાનો જથ્થો સીલ કરાયો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">