Gujarati Video : કચ્છના નાના રણમાં ફસાયો હતો પાટણનો પરિવાર, સ્વયંસેવકો અને તંત્રની મદદથી તમામને બચાવાયા
ગઇકાલે પાટણના (Patan) સાંતલપુરના રાજેસર ગામનો પરીવાર રણમાં ફસાયો હતો. રણના રસ્તે ધ્રાંગધ્રા આવી રહેલો પરિવાર રસ્તો ભટક્યો હતો. દંપતી અને તેમની દોઢ વર્ષની પુત્રી રણના કીચડમાં ફસાયા હતા.
કચ્છના (Kutch) નાના રણમાં ફસાયેલા પાટણના પરીવારને સલામત બચાવાયો છે. સ્વયંસેવકો અને તંત્રની મદદથી પરિવારના સભ્યોનો બચાવ થયો છે. ગઇકાલે પાટણના (Patan) સાંતલપુરના રાજેસર ગામનો પરીવાર રણમાં ફસાયો હતો. રણના રસ્તે ધ્રાંગધ્રા આવી રહેલો પરિવાર રસ્તો ભટક્યો હતો. દંપતી અને તેમની દોઢ વર્ષની પુત્રી રણના કીચડમાં ફસાયા હતા.
કાળઝાળ ગરમી અને પાણીના અભાવે ત્રણેયના જીવ પર જોખમ હતુ. એક અગરિયાએ આ અંગેનો મેસેજ વાયરલ કર્યો હતો. જેથી પહેલા સ્વયંસેવકો રણમાં પહોચ્યા હતા, ત્યારબાદ તંત્રના મામલતદાર સહિતની ટીમે રણમાં ભુલા પડેલા પરિવારનું રેસ્ક્યૂ કર્યુ હતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Latest Videos
Latest News