Gujarat Video : ભરૂચમાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતનું અપમાન કરનાર ભાજપાના લઘુમતી મોરચાના મહામંત્રીને સસ્પેન્ડ કરાયા
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે ઇમરાન પટેલ ઉર્ફે ઇમરાન ખંજરાની ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના શહેર મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ઇમરાન પટેલે ભારતના રાષ્ટ્રગીતનું જાહેરમા આપમાન કર્યું હતું.
ભરૂચમાં લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીતના અપમાનના મામલો પોલીસ બાદરાજકીય પક્ષમાંથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. લગ્ન પ્રસંગમાં ખુરશી ઉપર બેસીને મજાક તરીકે રાષ્ટ્રગીતનું પઠન કરી વિડીયો વયરલ કરવામાં આવતા પોલીસ સક્રિય થઇ હતી. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઘટના બાબતે જાણવાજોગ નોંધ દાખલ કરી વીડિયોમાં નજરે પડતા લોકો સામે અટકાયતી પગલાં લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રગીતના અપમાનના આ મામલામાં વીડિયોમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના મહામંત્રી પણ નજરે પડતા હતા જેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ભાજપાએ આ મામલે કાર્યવાહી કરતા ઇમરાન પટેલ ઉર્ફે ઇમરાન ખંજરાને લઘુમતી મોરચાના શહેર મહામંત્રી પદ ઉપરથી બરતરફ કર્યા છે.
ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાએ એક નિવેદન જાહેર કરી જણાવ્યું છે કે ઇમરાન પટેલ ઉર્ફે ઇમરાન ખંજરાની ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના શહેર મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ઇમરાન પટેલે ભારતના રાષ્ટ્રગીતનું જાહેરમા આપમાન કર્યું હતું. આ કારણોસર ઇમરાન પટેલ ઉર્ફે ઇમરાન ખંજરાને ભારતીય જનતા પાર્ટી ભરૂચ શહેરના લઘુમતી મોરાના મહામંત્રીના પદ પરથી બરતરફ કરવામાં આવે છે. ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ભરૂચ શહેરના મહમદપુરા વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં એકઠા થયેલા લોકોએ રાષ્ટ્રગીતનું પઠન કર્યું હતું. આ યુવાનોએ રાષ્ટ્રગીતને સન્માનના સ્થાને મજાકના સ્વરૂપમાં પઠન કરતા વિવાદ ઉભો થયો હતો. આ મામલે પોલીસ બાદ ભાજપાએ પગલાં ભર્યા છે.
