Gujarat Video : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, હવે ધોધમાર વરસાદ માટે તૈયાર રહેવુ પડશે

|

Jun 26, 2023 | 7:29 PM

Ahmedabad: ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ ગુજરતમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

Rain Updates: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. હજુ ગુજરાતમાં આવનાર પાંચ દિવસ વરસાદ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય થવાથી 5 દિવસ વરસાદી માહોલ જામશે. આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, ડાંગ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, તાપી માટે યલો અલર્ટ છે. વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીની પણ શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો : Gujarat Rain Video: મહેમદાવાદ અને નડીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

વરસાદની શરૂઆતમાં જ તંત્રનો પ્રિમોન્સુન પ્લાન ધોવાયો

વરસાદની શરૂઆત થતા જ અમદાવાદમાં તંત્રનો પ્રિમોન્સુન પ્લાન પણ ધોવાયો છે. શહેરમા આજે વરસેલા દોઢ ઈંચ વરસાદમાં તો શહેરના રસ્તાઓ જળબંબાકાર બન્યા છે. અમદાવાદના સોલા, ગોતા, ગુજરાત હાઈકોર્ટ, સાયન્સ સિટી, પકવાન, ઈસ્કોન, જોધપુર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પાલડી, ગીતામંદિર, મેમનગર અને વેજલપુરમાં વરસાદના પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જો કે એસજી હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો પરેશાન થયા હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં જશોદાનગર અને અમરાઈવાડીમાં પણ વરસાદ વરસ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:29 pm, Mon, 26 June 23

Next Video