Gujarat Rain Video: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, મીઠાખળી અંડરપાસમાં ભરાયા પાણી, રસ્તાઓ પર પાણી ભરાતા અવર-જવરને અસર!
Ahmedabad Rainfall: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેને લઈ કેટલાક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચુક્યો છે. અમદાવાદ (Ahmedabad Rain) માં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાને લઈને અનેક વિસ્તારોમાં પાણી રસ્તાઓ પર ભરાઈ ગયા હતા. શહેરનો મીઠાખળી અંડરપાસ વરસાદી પાણીને લઈ બંધ કરી દેવાની ફરજ પડી હતી. મીઠાખળી અંડર પાસમાં વરસાદી પાણી ભરાઈ જવા પામતા કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પાણીનો નિકાલ કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. અંડર પાસ અમદાવાદમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાને લઈ બંધ થઈ જતા હોય છે.
જમાલપુર બ્રીજની બંને સાઈડ પાણી ભરાઈ જવાને લઈ રસ્તાની અવર જવર બંધ થઈ ગઈ હતી. શહેરના સોલા, ગોતા, હાઈકોર્ટ, પકવાન અને સિંધુ ભવન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતુ. હજુ ચાર થી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Sai Sudharsan Batting: સાઈ સુદર્શનનુ ગુજરાત ટાઈટન્સ માટે ધમાલ મચાવ્યા બાદ હજુ તોફાન જારી, 5 માંથી 4 ઈનીંગમાં અડધી સદી!
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News