Gujarat Video: Amreli: ધારી અને ચલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમી વચ્ચે લોકોને મળી ઠંડક

Gujarat Video: Amreli: ધારી અને ચલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ગરમી વચ્ચે લોકોને મળી ઠંડક

| Edited By: | Updated on: Jun 04, 2023 | 11:47 PM

Amreli: રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટા સાથે વાવાઝોડાની સ્થિતિ જોવા મળી. જિલ્લાના ધારી અને ચલાલામાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. અનેક સ્થળોએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી. કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ સતાવી રહી છે.

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ધારી અને ચલાલામાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ધારીના નાગધ્રા, જર, મોરજર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. અસહ્ય બફારા અને ગરમી વચ્ચે લોકોએ ઠંડકની અનુભૂતિ કરી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી. તો કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

આ પણ વાંચો : Amreli : દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, ધારાસભ્ય હીરા સોલંકીએ યુવાનોને બચાવવા દરિયામાં મૂકી દોટ, જુઓ Video

વરસાદનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદન તૂટી પડ્યો હતો. ગરમી વચ્ચે વરસાદનું આગમન થતા લોકોએ વરસાદમાં ન્હાવાની પણ મજા માણી, તો કરા સાથે વરસાદ પડતા બાળકો નાના વાસણોમાં કરા લેવા દોડતા પણ જોવા મળ્યા હતા. જો કે માવઠાની સ્થિતિને કારમે જગતનો તાત ચિંતિત બન્યો છે અને ઉનાળુ પાકને નુકસાનની ચિંતા સતાવી રહી છે.

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો