ગુજરાતના વડગામમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મુશ્કેલીઓ વધી, આસામ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી

|

Apr 21, 2022 | 11:22 PM

આસામ  પોલીસે બનાસકાંઠા ના પાલનપુર  ખાતેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી(Jignesh Mevani)  ની મોડી રાત્રે ધરપકડ કરી છે. આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણીની આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદથી આસામ લઈ જવા રવાના થઈ હતી. જીજ્ઞેશ મેવાણીએ કરેલા ટ્વીટ મામલે ધરપકડ કરાઈ હોવાનું સૂત્રોનુ કહેવુ છે.

ગુજરાતના વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની(Jignesh Mevani) મુશ્કેલીઓ વધી છે. આસામ કોર્ટે જીજ્ઞેશ મેવાણીની જામીન અરજી( Bail) નામંજૂર કરી છે.  જીજ્ઞેશ મેવાણીને આસામના(Assam) જિલ્લા મુખ્ય જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયા હતા.જ્યાં પોલીસે 14 દિવસના રિમાંડ માંગ્યા હતા પરંતુ કોર્ટે 3 દિવસના રિમાંડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જિજ્ઞેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી હતી.જિજ્ઞેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેને રોડ મારફત અમદાવાદ લાવવામાં આવ્યા હતા.અહીંથી તેમને મધરાતે વિમાન મારફત આસામ લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આસામ  પોલીસે બનાસકાંઠા ના પાલનપુર  ખાતેથી વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની મોડી રાત્રે ધરપકડ કરી છે. આસામ પોલીસે જીજ્ઞેશ મેવાણીની આજે ગુરુવારે વહેલી સવારે અમદાવાદથી આસામ લઈ જવા રવાના થઈ હતી. જીજ્ઞેશ મેવાણીએ કરેલા ટ્વીટ મામલે ધરપકડ કરાઈ હોવાનું સૂત્રોનુ કહેવુ છે. જીજ્ઞેશ મેવાણીની ધરપકડ થઈ હોવાના સમાચાર વહેતા થતા જ, મેવાણીના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો.

જિજ્ઞેશ મેવાણીના વકીલ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે જિજ્ઞેશ મેવાણીએ કરેલા એક ટ્વીટ મામલે અરજી થઈ હતી અને આ અરજી બાદ ફરિયાદ થઈ છે. તેમના ટ્વીટના લીધે ગુજરાતમાં વાતાવરણ ડહોળાયું હોવાનો આક્ષેપ કરાયો છે. જીજ્ઞેશ મેવાણીની ધરપકડના સમાચાર મળતાં જ તેમના સમર્થનમાં મધરાત્રે એરપોર્ટ પર સમર્થકો ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ પહોંચી ગયા હતા. એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો પહોંચ્યા હતા. જેમાં સી.જે.ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડા વાલા અને તેના સમર્થકો સહિતના લોકો એરપોર્ટ પર પહોચી ગયા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસના નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત મોટી સંખ્યાાં કોંગ્રેસ સમર્થકો પણ એરપોર્ટ પહોંચ્યા હતા અને જિજ્ઞેશના સમર્થનમાં અને આસામ પોલીસના વિરુદ્ધમાં નારેબાજી થઈ હતી.

આ પણ વાંચો : યુકેના પીએમ બોરિસ જોન્સને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

આ પણ વાંચો : Tapi : ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ અભિયાનની વ્યારાથી શરૂઆત કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video