Tapi : ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ અભિયાનની વ્યારાથી શરૂઆત કરી
ગુજરાત ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ (CR Paatil ) રાજ્યમાં પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે 43 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને(Gujarat Assembly Election) લઇ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ(CR Paatil) એક્શન મોડમાં છે.ત્યારે ભાજપ સંગઠન મજબૂત કરવાના પ્રયાસ રૂપે વન ડે વન ડિસ્ટ્રીક્ટ (One Day One District) કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે..તાપી જિલ્લાના વ્યારાથી સી.આર.પાટીલે આ કાર્યક્રમની શરૂઆત કરી છે.આ દરમિયાન પાટીલે સમગ્ર જિલ્લાના કાર્યકર્તા અને સંઘના સ્વયંસેવકો સાથે મુલાકાત કરી.આ પ્રસંગે સી.આર.પાટીલે કહ્યું કે કૂપોષણને દૂર કરવા માટે કાર્યકરો આગામી દિવસોમાં કામગીરી કરશે..સાથે જ કહ્યું કે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતગર્ત દરેક જિલ્લામાં અભ્યાસ કરાશે..અને ભાજપ સંગઠનને મજબૂત કરાશે..સાથે જ દાવો કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે.
જેમાં તેઓ દરેક જિલ્લામાં ડોક્ટર, વકીલ, ઉદ્યોગપતિ, શ્રમિકો તેમજ ગંગાસ્વરૂપા બહેનો સાથે સંવાદ કરશે.આ ઉપરાંત દરેક જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરશે. આવતીકાલે તાપીના વ્યારાથી તેઓ આ અભિયાનનો શુભારંભ કરશે. આ કાર્યક્રમથી ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધુમાં વધુ લોકો સાથે સંપર્ક થઈ શકે તે માટે ભાજપે માઈક્રો પ્લાનિંગ કર્યું છે.
રાજ્યમાં પ્રવાસ, સંપર્ક અને બેઠકના મૂળમંત્ર સાથે સંગઠનને વધુ ને વધુ સંગઠિત કરવાના ધ્યેય સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સમગ્ર રાજ્યના 43 જિલ્લાઓમાં ” વન ડે વન ડીસ્ટ્રીકટ ” કાર્યક્રમ અંતર્ગત પ્રવાસ કરવાના છે. તેમના આ પ્રવાસ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ કરશે તેમજ હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયના સાધુ-સંતોને મળીને તેમના આશીર્વાદ ગ્રહણ કરશે
આ પણ વાંચો : યુકેના પીએમ બોરિસ જોન્સને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી
આ પણ વાંચો : અમદાવાદ: ભિક્ષા નહીં શિક્ષા, સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, સિગ્નલ સ્કૂલની મુલાકાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો