યુકેના પીએમ બોરિસ જોન્સને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

યુકેના પીએમ બોરિસ જોન્સને ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:20 PM

બોરિસ જોન્સન અક્ષર ધામ મંદિરે(Akshardham Temple) આવવાના હોવાથી અન્ય દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન બોરિસ જોન્સનની સુરક્ષાને ધ્યાને રાખી મંદિર તંત્રએ નિર્ણય લીધો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ બોરિસ જોન્સન સાથે રહ્યા હતા.

ગુજરાતની(Gujarat)  એક દિવસની મુલાકાતે આવેલા યુકેના પીએમ બોરિસ જોન્સને(Boris Johson)  ગાંધીનગરમાં અક્ષરધામ(Akshardham)  મંદિરની મુલાકાત લીધી. અક્ષરધામ મંદિરની મુલાકાત દરમિયાન સંતોએ તેમને અક્ષર ધામ મંદિર વિશે માહિતી આપી તો આ દરમિયાન બોરિસ જોન્સન હળવા મૂળમાં જોવા મળ્યા. સાથે જ સંતો સાથે સંવાદ પણ કર્યો.. ઉલ્લેખનીય છે કે, આજે બોરિસ જોન્સન અક્ષર ધામ મંદિરે આવવાના હોવાથી અન્ય દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન બોરિસ જોન્સનની સુરક્ષાને ધ્યાને રાખી મંદિર તંત્રએ નિર્ણય લીધો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ બોરિસ જોન્સન સાથે રહ્યા હતા.

આ  પૂર્વે  પંચમહાલના હાલોલમાં યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને જેસીબી કંપનીના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. બોરિસ જોન્સન જેસીબી મશીન પર પણ બેઠા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. આ પૂર્વે યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી.. જ્યાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીનું અનાવરણ કર્યું. આ તકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિટનની એડિનબર્ગ યુનિવર્સિટી બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સહભાગી થઈ રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ: ભિક્ષા નહીં શિક્ષા, સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટને મળ્યો વેગ, સિગ્નલ સ્કૂલની મુલાકાતે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ

આ પણ વાંચો : સુરત સિવિલ હોસ્પિટલમાં અમરનાથની યાત્રાએ જવા માટે રેકોર્ડબ્રેક ફિટનેસ સર્ટી આપવામાં આવ્યા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published on: Apr 21, 2022 08:19 PM
g clip-path="url(#clip0_868_265)">