Breaking News: ગુજરાતમાં UCCનો માસ્ટર પ્લાન તૈયાર! જાણો 25 માર્ચે આવનારા બિલમાં કયા મોટા ફેરફારોથી ધ્રુજી જશે વિપક્ષ?

| Edited By: | Updated on: Apr 14, 2026 | 2:36 PM

ગુજરાત વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ હંગામેદાર રહેવાના એંધાણ છે. સરકાર 25 માર્ચે ઐતિહાસિક 'યુનિફોર્મ સિવિલ કોડ' (UCC) વિધેયક રજૂ કરવા જઈ રહી છે. લગ્ન, છૂટાછેડા અને મિલકતમાં સમાન અધિકારની સાથે લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ આકરા નિયમો આવી રહ્યા છે.

ગુજરાતમાં લાંબા સમયથી જેની ચર્ચા હતી તે સમાન નાગરિક ધારો (UCC) હવે હકીકત બનવા જઈ રહ્યો છે. નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈ સમિતિનો ફાઈનલ રિપોર્ટ સ્વીકાર્યા બાદ, સરકાર 25 માર્ચે વિધાનસભામાં આ મહત્વનું બિલ રજૂ કરશે. આ બિલમાં તમામ ધર્મો અને સમુદાયો માટે એકસમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.

UCC ડ્રાફ્ટની 5 સૌથી મોટી જોગવાઈઓ:

લિવ-ઈન રિલેશનશિપ: ગુજરાતમાં હવે લિવ-ઈન રિલેશનમાં રહેતા યુગલો માટે નોંધણી (Registration) ફરજિયાત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.

મુસ્લિમ મહિલાઓને રક્ષણ: પરણિત મુસ્લિમ મહિલાઓના રક્ષણ અને લગ્ન જીવનના વિવાદોમાં તેમને વધુ સુરક્ષા આપતી ખાસ જોગવાઈઓ ડ્રાફ્ટમાં સામેલ છે.

બહુપત્નીત્વનો અંત: સમાજમાં સમાનતા જાળવવા માટે બહુપત્નીત્વની પ્રથાને સમાપ્ત કરવાની ભલામણ કરવામાં આવી છે.

વારસાઈ હક: વારસાગત મિલકતમાં સ્ત્રી અને પુરુષ બંનેને દરેક સમુદાયમાં સમાન હક મળે તેવા સૂચનો છે.

લગ્નની વય મર્યાદા: તમામ ધર્મો માટે લગ્નની વય મર્યાદા અને છૂટાછેડાની પ્રક્રિયા એકસમાન રાખવાની જોગવાઈ કરવામાં આવી છે.

વિધાનસભામાં હંગામાના એંધાણ

કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે. ઉત્તરાખંડ મોડેલને અનુસરીને તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાનું પણ ધ્યાન રખાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 માર્ચે રિપોર્ટ રજૂ થયા બાદ 24 અને 25 માર્ચે આ મુદ્દે ગૃહમાં ભારે ચર્ચાઓ અને હોબાળો થઈ શકે છે.

UCC દ્વારા સરકાર મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતાનો દાવો કરી રહી છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ બિલ પસાર થયા બાદ સામાજિક માળખામાં કેવા ક્રાંતિકારી બદલાવ આવે છે.

(Input Credit: Ronak Varma)

દરોડામાં પકડાયેલા કરોડો રૂપિયાનું ED શું કરે છે? શું તે સીધા સરકારી તિજોરીમાં જાય છે કે …જાણો આ આશ્ચર્યજનક જવાબ!

Published on: Mar 17, 2026 09:37 PM
Follow Us