ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે જામવા લાગ્યો છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં ઘણા સ્થળો તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયુ છે. ગુજરાતમાં આજથી તાપમાનમાં વધુ ઘટાડો થશે. ગુજરાતના લોકોને ગરમી-બફારામાંથી રાહત મળશે. હવામાન વિભાગે આજથી તાપમાન ઘટાડો થવાની આગાહી કરી છે.
ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષાની ગુજરાત પર અસર થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ઉત્તર ભારતમાં થયેલી બરફ વર્ષા બાદ ઠંડા પવનોનું મોજુ મેદાની વિસ્તારોમાં ફરી વળશે. જેના કારણે આગામી દિવસોમાં હજુ આકરી ઠંડીનો અનુભવ થવાની શક્યતા છે.
રાજ્યમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વડોદરામાં 15.2 અને ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી નોંધાયું છે.