ગુજરાત : હવામાન વિભાગે બે દિવસ માટે ‘કોલ્ડ ડે’ જાહેર કર્યું, લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે

| Edited By: | Updated on: Jan 13, 2022 | 6:14 PM

રાજ્યમાં બે દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે. બે દિવસ રાજ્યભરમાં તેજ પવન સાથે ઠંડી રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે.

રાજ્યમાં (Gujarat) હવામાન વિભાગે (Meteorological Department) બે દિવસ માટે ‘કોલ્ડ ડે’ (Cold Day) જાહેર કર્યું છે. આગામી બે દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. રાજ્યમાં બે દિવસ કડકડતી ઠંડીનો અનુભવ થશે. બે દિવસ રાજ્યભરમાં તેજ પવન સાથે ઠંડી રહેશે. અમદાવાદ, ગાંધીનગર સહિત લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે રહેશે. અનેક શહેરમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાત ઠંડી વધશે. તો ઉતરાયણમાં 10 થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

નોંધનીય છેકે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. પોષ માસની કડકડતી ઠંડી (Freezing cold) શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો (Winter) ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાન (Temperature)નો પારો ગગડ્યો છે.

અમદાવાદમાં વહેલી સવારથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા (Snowfall)ને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

છેલ્લા 3-4 દિવસથી અમદાવાદ સહિત રાજ્યનાં 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ આગામી દિવસો દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યાર બાદ ધીરે ધીરે ઠંડીમાં ઘટાડો નોંધાશે.

આ પણ વાંચો : વડોદરા : સોખડા મંદિરનો વિવાદ વધુ વકર્યો, સેવક અનુજ ચૌહાણે કોર્ટમાં ફરિયાદ નોંધાવી

આ પણ વાંચો : ગુજરાતમાં ગ્રીન એનર્જી અને અન્ય પ્રોજેક્ટસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.95 લાખ કરોડનું રોકાણ કરશે