Breaking News : ગાંધીનગરમાં TET HS પરીક્ષાના પરિણામમાં ગેરરીતિના આક્ષેપો, ઉમેદવારોએ પુન:મૂલ્યાંકનની કરી માંગ

Breaking News : ગાંધીનગરમાં TET HS પરીક્ષાના પરિણામમાં ગેરરીતિના આક્ષેપો, ઉમેદવારોએ પુન:મૂલ્યાંકનની કરી માંગ

| Edited By: | Updated on: Nov 16, 2026 | 4:24 PM

ગાંધીનગરમાં TET HS પરીક્ષાના પરિણામમાં કથિત વિસંગતતાઓને પગલે ઉમેદવારોએ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું છે. પેપર ચકાસણીમાં ગંભીર ક્ષતિઓનો આરોપ લગાવી, ઉમેદવારોએ જવાબવહીઓના પુન:મૂલ્યાંકન અને પારદર્શિતાની માંગ કરી છે.

ગાંધીનગરમાં TET HS પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પરીણામમાં કથિત વિસંગતતાઓને પગલે મોટી સંખ્યામાં ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયા હતા. તેમણે પોતાની વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરી હતી.

ઉમેદવારોનો મુખ્ય આરોપ છે કે TET HS પરીક્ષાના પેપર ચકાસણી અને મૂલ્યાંકન પ્રક્રિયામાં ગંભીર ક્ષતિઓ રહી છે. પરીક્ષાર્થીઓ દાવો કરી રહ્યા છે કે તેમણે જવાબવહીમાં પૂરતું લખાણ કર્યું હોવા છતાં અપેક્ષા કરતાં ઓછા ગુણ આપવામાં આવ્યા છે. આ પરિણામ વિસંગતતાઓને કારણે ઉમેદવારોએ ફરીથી જવાબવહીઓની ચકાસણી કરીને યોગ્ય રીતે મૂલ્યાંકન કરવાની માંગ કરી છે.

આ સમગ્ર મામલે પરીક્ષાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવને રજૂઆત કરી હતી. તેમની મુખ્ય માંગ છે કે સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવે અને જવાબવહીઓનું પુન:ચકાસણી કરવામાં આવે. ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આર્થિક તંગીથી લઈને પારિવારિક કંકાસ સુધી… કઈ મુશ્કેલીમાં કયા સ્તોત્રનો પાઠ બદલી શકે છે ‘તમારું નસીબ’?

Follow Us
Loading...
Unable to load recommendations.