VIDEO : કોંગ્રસ નેતાના બુદ્ધિનાં પ્રદર્શન પર ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કાન આમળ્યો, કહ્યું ‘કોંગ્રેસનું ચરિત્ર જનતા સામે આવ્યું’

| Edited By: | Updated on: Aug 10, 2022 | 12:38 PM

એકતરફ ગુજરાતની (Gujarat)  દીકરીઓ દેશ માટે ગોલ્ડ મેડલ (Gold Medal) જીતી રહી છે તો બીજીબાજુ કોંગ્રેસની મહિલા નેતાએ રાજકારણ કરવામાં બુદ્ધીનું દેવાળું ફૂંક્યું છે.

કોંગ્રેસ નેતા નતાશા શર્માના (Nattsha sharma) ગુજરાતના ખેલાડીઓના અપમાન પર ભાજપે રોષ વ્યક્ત કર્યો છે.ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ (harsh Sanghavi) કોંગ્રેસની મહિલા નેતાના ટ્વિટ (Tweet) પર જવાબ આપ્યો છે.તેણે લખ્યું કે,’આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે દેશ અને ગુજરાતનું અપમાન કર્યું હોય, આજ કોંગ્રેસનું ચરિત્ર છે જે ફરી એકવાર ગુજરાતની (Gujarat) જનતા સામે આવ્યું છે.’જ્યારે વધુ એક ટ્વિટમાં તેણે કહ્યું કે, કોંગ્રસના નેતાએ ગુજરાતના રમતવીરોની માફી માંગવી જોઈએ.

રાજકારણ કરવામાં કોંગ્રેસી નેતાનું અજ્ઞાન સાબિત થયું

એક તરફ ગુજરાતની (Gujarat)  દીકરીઓ દેશ માટે ગોલ્ડ મેડલ (Gold Medal) જીતી રહી છે તો બીજીબાજુ કોંગ્રેસની મહિલા નેતાએ રાજકારણ કરવામાં બુદ્ધીનું દેવાળું ફૂંક્યું છે. કોંગ્રેસની નેતા નતાશા શર્માએ (nattasha sharma) ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે કે, કોઈ ગુજરાતમાંથી પણ ગોલ્ડ મેડલ જીતે છે રમતોમાં….કે પછી બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે.આ કટાક્ષ કરવા જતા નતાશા શર્મા એ ભૂલ્યા કે ગુજરાતના રમતવીરોએ અલગ- અલગ રમતોમાં મેડલ હાંસલ કર્યા છે.છતાં આડકતરી રીતે ભાજપ પર કટાક્ષ કરનાર નતાશા શર્માના માથે રાજકારણનો એવો તો નશો છવાયો હતો કે તેમણે ગુજરાતના રમતવીરોનું (Gujarat sportsman) અપમાન કર્યું.

મહત્વનું છે કે,કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સ્ટાર અને મૂળ ગુજરાતના મહેસાણાની (mehsana) ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.તો સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતને અનોખી સિદ્ધિ અપાવી છે..સુરતના હરમિત દેસાઈએ પણ ટેબલ ટેનિસમાં કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth games) ગોલ્ડ મેડલ દેશને અપાવ્યો છે.આ વિવાદીત નિવેદન આપ્યા બાદ નતાશા શર્માએ ટ્વીટ ડિલીટ કર્યું.અને ગુજરાતની માફી માગી છે.

Published on: Aug 10, 2022 12:37 PM