રાજકારણ સાથે હવે રમતના નામે પણ કોંગ્રેસના આ નેતા ‘ઢ’ સાબિત થયા, ગુજરાતના રમતવીરો પર નિવેદન આપી ભરાયા

આડકતરી રીતે ભાજપ પર કટાક્ષ કરનાર નતાશા શર્માના માથે રાજકારણનો એવો તો નશો છવાયો હતો કે તેમણે ગુજરાતના રમતવીરોનું (Gujarat sportsman) અપમાન કર્યું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2022 | 12:02 PM

એકતરફ ગુજરાતની (Gujarat)  દીકરીઓ દેશ માટે ગોલ્ડ મેડલ (Gold Medal) જીતી રહી છે તો બીજીબાજુ કોંગ્રેસની મહિલા નેતાએ રાજકારણ કરવામાં બુદ્ધીનું દેવાળું ફૂંક્યું છે.કોંગ્રેસની નેતા નતાશા શર્માએ (nattasha sharma) ટ્વીટ કરીને કટાક્ષ કર્યો છે કે, કોઈ ગુજરાતમાંથી પણ ગોલ્ડ મેડલ જીતે છે રમતોમાં….કે પછી બેંક લૂંટીને ભાગવામાં જ ગોલ્ડ મેડલિસ્ટ છે.આ કટાક્ષ કરવા જતા નતાશા શર્મા એ ભૂલ્યા કે ગુજરાતના રમતવીરોએ અલગ- અલગ રમતોમાં મેડલ હાંસલ કર્યા છે.છતાં આડકતરી રીતે ભાજપ પર કટાક્ષ કરનાર નતાશા શર્માના માથે રાજકારણનો એવો તો નશો છવાયો હતો કે તેમણે ગુજરાતના રમતવીરોનું (Gujarat sportsman) અપમાન કર્યું.

મહત્વનું છે કે,કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતની સ્ટાર અને મૂળ ગુજરાતના મહેસાણાની (mehsana) ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.તો સોનલ પટેલે બ્રોન્ઝ મેડલ મેળવીને ભારતને અનોખી સિદ્ધિ અપાવી છે..સુરતના હરમિત દેસાઈએ પણ ટેબલ ટેનિસમાં કોમનવેલ્થ ગેમ્સમાં (Commonwealth games) ગોલ્ડ મેડલ દેશને અપાવ્યો છે.આ વિવાદીત નિવેદન આપ્યા બાદ નતાશા શર્માએ ટ્વીટ ડિલીટ કર્યું.અને ગુજરાતની માફી માગી છે.

પોતે કરેલી ભૂલ ધ્યાને આવતા નતાશાને એક દિવસનો સમય લાગ્યો પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે કોઈપણ ખેલાડી દેશ માટે મેડલ લાવવાનો પ્રયાસ કરે અને મેડલ ન મેળવી શકે, તો પણ ખેલાડીઓનું અપમાન ન કરી શકાય.દેશના ખેલાડીઓ દેશ માટે રમે છે  અને તેમની તુલના એક ભાગેડૂ સાથે કરવી અયોગ્ય છે.

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">