ગુજરાતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોના સહાય ચૂકવવામાં આવી : રાજેન્દ્ર ત્રિવેદી
જ્યાં સુધી કોરોનાના સહાયની વાત છે ત્યાં સુધી કોરોના થયાના એક માસમા મૃત્યુ થયુ હોય તે પછી ભલે કોરોના નેગેટીવ પણ હોય તેમને પણ સહાય ચુકવવામાં આવી છે
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) સત્તાવાર મૃત્યુ (Death) કરતા કોરોના સહાય(Corona) વધુ લોકોને ચુકવવાના મુદ્દે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી(Rajendra Trivedi) સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે મેડિકલ ટર્મિનોલોજી મુજબ કોવિડ ડેથ ગણવામાં આવ્યા છે. જેમાં કો- મોરબીટીના લીધે થયેલા મૃત્યુને કોરોનાથી મૃત્યુ ગણવામાં આવતા નથી.
જો કે જ્યાં સુધી કોરોનાના સહાયની વાત છે ત્યાં સુધી કોરોના થયાના એક માસમા મૃત્યુ થયુ હોય તે પછી ભલે કોરોના નેગેટીવ પણ હોય તેમને પણ સહાય ચુકવવામાં આવી છે. જેમાં જો કે નામદાર સુપ્રીમ કોર્ટે કોરોના સહાય માટે કોરોનાથી મૃત્યુની વ્યાખ્યા વિસ્તૃત કરી છે. જે મુજબ સહાય ચુકવ્વામાં આવી છે.
આ પણ વાંચો : KUTCH : અદાણીએ કર્યુ ભારતના સૌર ઊર્જા નિગમ સાથે વિશ્વનું સૌથી મોટુ ગ્રીન પાવર પરચેઝ એગ્રીમેન્ટ !
Latest Videos
Latest News