ગુજરાતમાં ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટની એન્ટ્રી, ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ નોંધાયા

| Edited By: | Updated on: Jan 24, 2022 | 10:00 AM

એક તરફ કોરોનાના કહેર વર્તાયેલો છે ત્યાં બીજી તરફ ભારત સહિત વિશ્વના 40 દેશોમાં ઓમિક્રોનનો નવો BA.2 વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. જે વિશ્વ માટે ચિંતાનો બીજો વિષય બન્યો છે.

ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો (Corona cases)ની સુનામી આવી છે. બીજી તરફ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant)ના કેસ પણ વધી રહ્યા છે. દેશ સહિત હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનાના નવા સબ વેરિઅન્ટ (Sub variant)ની એન્ટ્રી થઇ છે.

દેશ સહિત ગુજરાતમાં પણ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે. ઓમિક્રોનના નવા વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ ગઇ છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઇ છે. એક સાથે ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ સામે આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરાયો છે.

એક તરફ કોરોનાના કહેર વર્તાયેલો છે ત્યાં બીજી તરફ ભારત સહિત વિશ્વના 40 દેશોમાં ઓમિક્રોનનો નવો BA.2 વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. જે વિશ્વ માટે ચિંતાનો બીજો વિષય બન્યો છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ગુજરાતમાં 23 જાન્યુઆરીએ કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. તેમજ 19 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 134837 એ પહોંચ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 11636 લોકોએ કોરોનાથી સાજા થયા છે.અમદાવાદ શહેરમાં 6191 કેસ નોંધાયા અને સર્વાધિક 6 દર્દીનાં મૃત્યુ નિપજ્યા તો વડોદરા શહેરમાં કોરોનાના નવા 2876 કેસ સામે આવ્યા. સુરત શહેરમાં કોરોનાના 1512 કેસ આવ્યા અને 2 દર્દીનાં મોત થયા. તો સુરત જિલ્લામાં 639 નવા કોરોના દર્દી નોંધાયા અને 2 દર્દીએ જીવ ગુમાવ્યા.રાજકોટ શહેરમાં 410 કેસ અને ગાંધીનગર શહેરમાં 398 દર્દી મળ્યાં. ભાવનગર શહેરમાં 399 કેસ નોંધાયા અને એક દર્દીનું નિધન થયું.

આપણ વાંચો-

Vadodara: પાદરામાં કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયોમાં પછી શું થયુ ?

આ પણ વાંચો-

ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરીને આપી માહિતી

 

Published on: Jan 24, 2022 09:59 AM