Monsoon 2022: ગુજરાતમાં 209 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ભરૂચના વાગરામાં 9.5 ઈંચ વરસાદ

| Edited By: | Updated on: Jul 13, 2022 | 12:30 PM

રાજ્યમાં મેઘો (Monsoon) કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) ૫ડવાની સંભાવના છે.

ચોમાસુ (Monsoon 2022) ગુજરાતમાં જામ્યુ છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. મેઘરાજાએ સમગ્ર ગુજરાતને પાણીથી તરબોળ કરી દીધુ છે. ગઈકાલ મંગળવાર સવારે 6થી આજે બુધવાર સવારે 6 વાગ્યા સુધી 209 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે. ભરૂચના (Bharuch) વાગરામાં સૌથી વધુ 9.5 ઈંચ વરસાદ નોધાયો છે. કચ્છના અંજારમાં 8.5, ભુજમાં 8 ઈંચ, ગાંધીધામમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ડાંગના વઘઈમાં 7 ઈંચ અને આહવામાં 6.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. નવસારીના વાંસદામાં 6.5 અને વડોદરાના કરજણમાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ઝોન પ્રમાણે વરસાદ

24 કલાક દરમિયાન કચ્છમાં સરેરાશ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 1 ઈંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં મેઘો કહેર વર્તાવી રહ્યો છે.ત્યારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં મેઘ તાંડવ યથાવત રહેશે. રાજ્યમાં આગામી 17 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. કચ્છ, દેવભૂમીદ્વારકા, જામનગર,રાજકોટ, મોરબી, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.. આ નિચાણવાળા વિસ્તારોમાંથી આગોતરું સ્થળાંતર કરવા માટે વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.. આ જિલ્લાઓમાંથી ઉંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.રાજયમાં NDRF અને SDRFની 18-18 ટીમ તૈનાત કરાઈ છે.. રાજ્યમાં કુલ 18 જળાશય હાઈ એલર્ટ અને 8 જળાશયો એલર્ટ પર છે.

Published on: Jul 13, 2022 09:02 AM