Rain Update : મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ, જુઓ Video

|

Jun 28, 2024 | 4:57 PM

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે આજે મોરબીના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. જેના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. મોરબીમાં પણ આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મોરબી શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. જો કે યોગ્ય સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

બીજી તરફ સુરતમાં પણ મેઘ મહેર થઈ રહી છે. સુરતના કડોદરા, પલસાણા, બારડોલી, સ્ટેશન રોડ, શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સુરતના વેસુ, પાર્લે પોઇન્ટ, ઉમરા સહિતના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે.

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video