Rain News : રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video

Rain News : રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું, છેલ્લા 24 કલાકમાં 140 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video

| Edited By: | Updated on: Sep 01, 2025 | 11:25 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 140 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે. સૌથી વધારે મહીસાગરના કડાણામાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

દાહોદના સિંઘવડમાં 2.91 ઈંચ વરસાદ વરસ્યો છે. તો પંચમહાલના મોરવાહડફમાં 2.56 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે 20 તાલુકામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ 90 ટકાથી વઘુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 95.31 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં સરેરાશ 84.48 ટકા વરસાદ વરસ્યો છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે છે. બંગાળની ખાડીની મધ્યથી બિકાનેર, અજમેર, દામોહ, રાયપુર સુધી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યું છે.મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સર્ક્યુલેશન છે.બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. મિડલ ટ્રોપોશ્ફેરિક સાયક્લોનિક સર્ક્યુલેશન કોંકણના દરિયાકાંઠાના ઉત્તરમાં અને તેની આસપાસ લેસ માર્ક થયું છે.જેથી ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ભારે વરસાદ જોવા મળશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો