Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યમાં મોટા ભાગના જળાશયોમાં પાણીના સ્તર ઉંચા આવ્યા છે. ત્યાં કચ્છમાં ધોધમાર વરસાદ બાદ ડેમ ઓવરફ્લો થયો છે. કચ્છના માંડવી તાલુકાનો ખારોડ ડેમ ઓવરફ્લો થયો છે. ગઢશીશા અને શેરડી વચ્ચે આ ડેમ આવેલો છે. તો સારા વરસાદને પગલે ડેમના પાણી છલકાયા છે. ડેમમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે.
આ પણ વાંચો : Gujarat Rain : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ! રાજ્યમાં 234 તાલુકામાં વરસ્યો વરસાદ, જુઓ Video
તો બીજી તરફ રાજકોટના જસદણમાં આવેલો કરણુકી ડેમમાં પણ નવા નીર આવતા ડેમના 11 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો રાજકોટના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ પાસે આવેલો વેણુ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા દોઢ ફુટ સુધી ખોલાતા વેણુ નદીમાં કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ગોંડલમાં આવેલો મોતીસર ડેમ ઉભરાયો છે. જેથી પાટીયાળી, હડમતળાળા, કોલીથડ સહિતના ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.