Gujarat Rain : સમગ્ર રાજયમાં મેઘ મહેર, Video દ્વારા જાણો ક્યા કેટલો વરસાદ

Gujarat Rain : સમગ્ર રાજયમાં મેઘ મહેર, Video દ્વારા જાણો ક્યા કેટલો વરસાદ

| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:19 PM

રાજ્યના 41 તાલુકામાં અડધાથી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરત અને વલસાડમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી છે. સુરતના કામરેજમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો તો માંડવીમાં સાડા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Gujarat Rain : ગુજરાતમાં હવે વિધિવત રીતે વરસાદનું આગમન થયું છે. ત્યારે આજે બુધવારના સવારના 6થી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 158 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 21 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 42 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ છે. તો સુરતના કામરેજમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં 5 ઇંચ, વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના માંડવી અને અમરેલીના વડિયામાં 3.5 ઇંચ વારસાદ નોંધાયો છે. વલસાડ, ઉમરગામ, ઉપલેટા અને ખંભાળિયામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે.

આ પણ વાંચો  : સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર, સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ

સમગ્ર રાજયમાં ચોમાસાની જમાવટ જામી છે. આ સાથે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ડાંગ, તાપી, નવસારી અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો