Red Alert Breaking News : ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી, આગામી 48 કલાક ભારે વરસાદનું એલર્ટ
27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં આગામી 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ખાસ કરીને આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે.
નવસારી-વલસાડમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓના જળસ્તરમાં વધારો અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતાને પગલે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ
સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના
રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક પર અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે.
ખેડા, આણંદ અને ભરૂચમાં યલો એલર્ટ
ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ વાંચો- Breaking News: અમદાવાદમાં વરસાદે તોડ્યા તમામ રેકોર્ડ, 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ, શહેર જળમગ્ન, જુઓ Video