Rain Breaking : સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક બોલાવી બેઠક, રાહત પહોંચાડવા અપાઈ સૂચના

| Updated on: Jul 23, 2026 | 11:12 AM

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવશ્રીઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં તાત્કાલિક રવાના થવા સૂચના આપી છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી. બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી, વહીવટી તંત્રની તૈયારીઓ તેમજ જરૂરી પગલાં અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ભારે વરસાદને પગલે યોજાઈ રિવ્યૂ બેઠક

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તેમજ સચિવશ્રીઓ રેમ્યા મોહન અને આલોક પાંડેને સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં તાત્કાલિક રવાના થવા સૂચના આપી છે. તેઓ સ્થળ પર પહોંચી વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપશે તેમજ રાહત અને બચાવ કામગીરીની સતત સમીક્ષા કરશે.

સુરત, વલસાડ અને નવસારીમાં રેડ અલર્ટ

આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં પણ સંબંધિત પ્રભારી સચિવોને તાત્કાલિક પહોંચવા અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધી પરિસ્થિતિ પર સતત નજર રાખવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યા છે.

તાત્કાલિક રાહત પહોંચાડવાની સૂચના

રાજ્ય સરકારે તમામ સંબંધિત વિભાગોને સંપૂર્ણ સજ્જ રહેવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત પહોંચાડવાની સૂચના આપી છે. સાથે જ નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

ઉદવાડા-પારડી વચ્ચે માટી ધસી પડતાં રેલ વ્યવહાર ખોરવાયો: કર્ણાવતી, ડબલડેકર અને સયાજીનગરી શોર્ટ ટર્મિનેટ કરાઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us