Gujarat Rain: ગુજરાતના મધ્ય-પૂર્વ અને સરહદી જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાંની શક્યતા
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવથી બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ મધ્ય પ્રદેશ સરહદને અડીને આવેલા દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના પ્રભાવ હેઠળ ગુજરાત રીજનમાં ખાસ કરીને મધ્ય-પૂર્વ અને સરહદી ભાગોમાં અમુક-અમુક સ્થાનો પર હળવો વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતના બે જિલ્લા બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ સાથે સરહદ ધરાવતા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે, જેમાં દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
શરીરમાં જમા થયેલું પાણી પણ વધારી શકે છે વજન! જાણો શું છે વોટર વેટ અને તેને નિયંત્રિત કરવાના 5 સરળ ઉપાયો
Follow Us
Loading...
Unable to load recommendations.
