Gujarat Rain : રાજ્યના 222 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, સૌથી વધુ સુઈગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

Gujarat Rain : રાજ્યના 222 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો, સૌથી વધુ સુઈગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 08, 2025 | 9:25 AM

ગુજરાતમાં ભાદરવો ગાજતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 222 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના સુઇગામમાં સૌથી વધુ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ભાભરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આ તરફ નડાબેટમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે.

ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે.બનાસકાંઠામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુઈગામમાં 16.14 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાભરમાં 12.91 ઈંચ, વાવમાં 12.56 ઈંચ વરસાદ, કચ્છના રાપરમાં પણ 12.48 ઈંચ વરસાદ નોંધાયો છે.

24 કલાકમાં રાજ્યના 222 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. પાટણના સાંતલપુર, રાધનપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
53 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

તો પાકિસ્તાનની સરહદની પાસે આવેલો રણ પ્રદેશ જાણે કે દરિયામાં ફેરવાઈ ગયો. બનાસકાંઠાના નડાબેટમાં પણ ભારે વરસાદને કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું. સરહદ પરના રણ પ્રદેશમાં મિની વાવાઝોડું ફૂંકાતા ભારે પવનની સાથે દરિયા જેવા મોજા ઉછળ્યાં હતા. તો આકાશી આફતને પગલે આવતીકાલે બનાસકાંઠામાં સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. તંત્રએ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લીધો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો