31St ની ઊજવણી પહેલા ગુજરાત પોલીસ એલર્ટ! 31 ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા સરહદી જિલ્લામાં સઘન ચેકિંગ, જુઓ Video

31St ની ઊજવણી પહેલા ગુજરાત પોલીસ એલર્ટ! 31 ડિસેમ્બરે દારૂ પાર્ટી રોકવા સરહદી જિલ્લામાં સઘન ચેકિંગ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 30, 2025 | 1:08 PM

31મી ડિસેમ્બરના ઉજવણી દરમિયાન દારૂ પાર્ટી અને ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે સતર્ક બની છે. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે નવા વર્ષના પહેલા દિવસે દારૂની તસ્કરી વધવાની આશંકાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ખાસ કરીને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા વિસ્તારો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનનું કડક હાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દારૂની હેરાફેરી પર અંકુશ મૂકાઈ શકે.

48 જેટલા નાકા પોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા

ગુજરાત-રાજસ્થાનને જોડતી કુલ 10 સરહદી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ વધુ કડક બનાવવામાં આવ્યું છે. શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસની વિશેષ બાજ નજર રાખવામાં આવી રહી છે. અહીં 48 જેટલા નાકા પોઈન્ટ્સ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 24 કલાક પોલીસ દ્વારા વાહનોની તપાસ હાથ ધરાશે.

પોલીસ દ્વારા ખાનગી કાર, લક્ઝરી વાહનો, બસો તેમજ માલ વાહકોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ વાહનોને અટકાવી તલાશી લેવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસની કામગીરીના પરિણામે છેલ્લા 120 દિવસમાં અંદાજે 20 કરોડ રૂપિયાનું દારૂ ઝડપી લેવામાં આવ્યું છે, જે પોલીસની સઘન કામગીરી દર્શાવે છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે માટે ગુજરાત પોલીસ સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરીને સતર્ક છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.