અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી સંકલ્પગ્રીન સોસાયટીના રહીશો માટે ઘરનું ધર આજકાલ દુ:સ્વપ્ન બનીને રહી ગયું છે, કારણ કે બિલ્ડરના પાપે લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે. સ્થાનિક બિલ્ડર સામે રહીશો એ આક્ષેપ કર્યા છે કે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવી નથી.
એટલુ જ નહીં સોસાયટી પાસે BU પરમિશન અને રોજબરોજના વપરાશમાં માટે પણ પાણી મળી રહ્યુ નથી.બિલ્ડરે વગર BU પરમિશને ઘર તો પકડાવી દીધા છે પણ સુવિધાઓને લઈ કોઈ મદદ નથી કરી રહ્યા.રહીશોએ ત્યાં સુધી આક્ષેપ કર્યા છે કે બિલ્ડરના મળતિયા બ્લોકમાં પાણીની લાઈન પણ નાખી દેવામાં આવી છે જ્યારે કે તે લોકો મેઈન્ટેનન્સ પણ નથી આપી રહ્યા. 4 બ્લોકના રહીશોના માથે જ મેઈન્ટેનન્સ ભરવાનું આવી રહ્યું છે,ત્યારે બિલ્ડરના પાપે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે.
તમને જાણીને આશ્વર્ય થશે પણ પાણીની પારાયણ ત્યાં સુધી છે કે લોકો 4 દિવસથી નોકરી પર નથી ગયા. મધ્યમ વર્ગના આ લોકો માટે ઘર જાણે મુશ્કેલીનુ ભારણ બની ગયુ છે. તંત્ર દ્વારા આ અંગે હાલ તપાસ કરવાની જરૂરિયાત છે કેમ કે રહીશો પ્રોપર્ટી ટેક્સ પણ ભરી રહ્યા છે પણ બીયુ પરમિશન વગરના ધરના કારણે રહીશો માટે કાયદેસરતા એક મોટો પ્રશ્ન બની ને રહી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા આ અંગે અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કરવા માટે વિનંતી ગુજારી છે.
હાલ આ રહીશો પોતાને ન્યાય ઝડપથી મળી રહે તે માટે માગ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, સ્થાનિક લોકોએ તેમનમાંથી જ સોસાયટીના ચેરમેન, સેકેર્ટેરી કે હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવે તેવી પણ માગ કરી છે, કારણ કે હાલમાં બનાવી દેવામાં આવેલી સોસાયટીના હોદ્દેદારો ક્યારેય ફરક્યા નથી કે સોસાયટીની મિટીંગ તેમણે બોલાવી નથી. એટલે કે કહી શકાય કે મોટાભાગનું તંત્ર ગેરકાયદે જ ચાલી રહ્યું છે.
Published On - 1:48 pm, Tue, 14 February 23