VIDEO: અમદાવાદના વિદ્યાર્થીનો મુંબઈ IIT માં આપઘાત, એડમિશનના ત્રણ મહિનામાં જ મોતને વ્હાલુ કરતા અનેક સવાલ

TV9 GUJARATI

|

Updated on: Feb 14, 2023 | 7:46 AM

દર્શન સોલંકી નામનો બીટેકનો વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો. તેણે ત્રણ મહિના પહેલા અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો અને શનિવારે તેની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી.

અમદાવાદના વિદ્યાર્થીએ IIT બોમ્બેના કેમ્પસમાં હોસ્ટેલ બિલ્ડિંગ પરથી કૂદીને જીવન ટૂંકાવ્યુ છે. ઘટના બાદ કોઈ સુસાઈડ નોટ મળી નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. અને તપાસ કરવામાં આવી રહી છે. જો કે એક વિદ્યાર્થી જૂથે આરોપ લગાવ્યો છે કે કેમ્પસમાં એસસી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના કારણે તે આત્મહત્યા કરવા માટે પ્રેરાયો હતો.

SC વિદ્યાર્થીઓ સાથે ભેદભાવના કારણે આત્મહત્યા ?

પોલીસના જણાવ્યા મુજબ, દર્શન સોલંકી નામનો બીટેકનો વિદ્યાર્થી અમદાવાદનો રહેવાસી હતો. તેણે ત્રણ મહિના પહેલા અભ્યાસક્રમ માટે પ્રવેશ મેળવ્યો હતો અને શનિવારે તેની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થઈ હતી.

આપને જણાવી દઈએ કે,ત્રણ મહિના પહેલા જ દર્શન સોલંકી નામના વિદ્યાર્થીએ IIT બોમ્બેમાં એડમિશન લીધુ હતુ.દર્શન હોસ્ટેલ 16 બીના આઠમા માળે રહેતો હતો.હોસ્ટેલના સાતમા માળથી છલાંગ લગાવીને દર્શને જીવન ટુંકાવ્યુ હતુ. બાદમાં ગભરાયેલા અન્ય વિદ્યાર્થીઓએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati