Gujarat માં બિલ્ડીંગ યુઝ પરમિશન વિનાની ઇમારતોને નિયમિત કરવા નવો કાયદો લવાશે : સૂત્ર
ગુજરાતમાં બિલ્ડીંગ યુઝ (BU Permission)પરમિશન વિનાની ઇમારતોને નિયમિત કરવા નવો કાયદો લાવવાની સરકારે પ્રક્રિયા હાથ ધરી હોવાની માહિતી સૂત્રો દ્વારા સાંપડી છે.
ગુજરાતના(Gujarat)ગેરકાયદે બાંધકામને નિયમિત કરવા માટે સરકાર નવો કાયદો લાવવાનું વિચારી રહી છે. જેમાં રાજ્યમાં બિલ્ડીંગ યુઝ (BU Permission)પરમિશન વિનાની ઇમારતોને નિયમિત કરવા નવો કાયદો લાવવાની સરકારે પ્રક્રિયા હાથ ધરી હોવાની માહિતી સૂત્રો દ્વારા સાંપડી છે. જેમાં આગામી એક અઠવાડિયામાં જ કાયદો લાવવા અંગે સૈદ્ધાંતિક તૈયારી પૂર્ણ કરવામાં આવશે. જેમાં હાલમાં બી.યુ. ના હોય એવી ઇમારતો સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં શહેરી વિસ્તારોમાં 80 ટકાથી વધુ ઇમારતો પાસે માન્ય બી.યુ. પરમિશન નહીં હોવાનું આ પહેલા સરકાર સોગંદનામુ કરી ચૂકી છે. આ પહેલા પણ ગેરકાયદે અને અનિયમિત બાંધકામો ઇમ્પેક્ટ ફી લઈને નિયમિત કરવા અંગે સરકાર બે વાર કાયદોલાવી ચૂકી છે. તેમજ વર્ષ 2001 અને વર્ષ 2011 બાદ હવે વર્ષ 2022માં સરકાર ફરી ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવે તેવી શક્યતા છે.
(With Input, Ronak Varma, Ahmedabad)