Ahmedabad વડોદરા એકસપ્રેસ હાઇવે પર નડિયાદ નજીક વિચિત્ર અકસ્માત, એકનું મોત

| Edited By: | Updated on: Feb 03, 2022 | 10:25 AM

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાત્રે ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં નડિયાદથી 10 કિલોમીટર દૂર અમદાવાદ તરફ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં આગ લાગતા ટ્રેલર ડ્રાયવર નરેશ મોહંતોનુ નિધન થયું છે. આ અકસ્માત ઉભેલી આયશર ટ્રક સાથે ટ્રેલર અથડાતા સર્જાયો હતો

અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે(Express Highway)પર  ગત મોડી રાત્રે ત્રણ વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત(Accident) સર્જાયો હતો. જેમાં નડિયાદથી 10 કિલોમીટર દૂર અમદાવાદ તરફ અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનામાં આગ લાગતા ટ્રેલર ડ્રાયવર નરેશ મોહંતોનુ નિધન થયું છે. આ અકસ્માત ઉભેલી આયશર ટ્રક સાથે ટ્રેલર અથડાતા સર્જાયો હતો. જેમાં અકસ્માત થતાં જ ટ્રેલરમાં LPG સિલિન્ડર ફાટતાં ધડાકા સાથે આગ લાગી હતી. તેમજ તેના લીધે આગમાં ફસાઈ ગયેલ ટ્રેલર ડ્રાઈવર નરેશ મોહંતોનુ મોત થયું હતું. જ્યારે પાછળથી આવી રહેલ અન્ય એક ટ્રક અકસ્માતગ્રસ્ત બે વાહનોથી બચવવાની કોશિશમાં પલ્ટી ખાધી હતી. જેના પગલે ટ્રક ડ્રાઈવરને ઇજા થતાં તેને નડિયાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યારે પલ્ટી ગયેલ ટ્રકમાંથી ઓઇલ હાઈવે પર ઢોળાયું હતું.

તેમજ આ અકસ્માતને લીધે લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. જો કે આ દુર્ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ વાહનોમાં લાગેલી આગને બુઝાવી હતી.

આ પણ  વાંચો : Junagadh : ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ ખેત ઉત્પાદન બજાર સુધારા વિધેયકને રદ કરવા સીએમને પત્ર લખ્યો

આ પણ  વાંચો : Rajkot : શિવરાત્રીના મેળાની રંગે ચંગે ઉજવણી કરવાની મંજૂરી માંગતા મહંત નરેન્દ્ર બાપુ