ગુજરાતી ભાષાના ઇતિહાસને જાળવવાના નિર્ણયને ગૃહ રાજ્ય મંત્રીએ આવકાર્યો, કહ્યું ગુજરાતી ભાષા મારા રાજ્યનું ગૌરવ

| Edited By: | Updated on: Feb 19, 2022 | 7:38 PM

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે સરકારી અને ખાનગી કચેરીમાં પણ ગુજરાતીમાં માહિતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હું સરકારી કચેરીના વડા અને ખાનગી કંપનીના સીઇઓને વિનંતી કરવા માગું છું કે આને માત્ર ઠરાવ ના સમજી અને આપણી જવાબદારી સમજીને તેનો અમલ કરો.

ગુજરાતી ભાષાના (Gujarati Language)ગૌરવશાળી ઇતિહાસને જાળવવાના નિર્ણયને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghavi) આવકાર્યો છે. તેમજ કહ્યું છે ગુજરાતી ભાષાએ એ મારા રાજ્યનું ગૌરવ(Proud) છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના 18000 થી વધુ ગામડાઓ છે જેમાં ગુજરાતી ભાષા બોલવામાં આવે છે. તેમજ અનેક લોકો રોજગારી મેળવવા શહેરમાં વસે છે. ત્યારે શહેરમાં ગુજરાતી ભાષાનો વારસો જળવાય રહે તે માટે આઠ મહાનગર પાલિકામાં પણ ગુજરાતીમાં મહિતી મળી શકે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારી અને ખાનગી કચેરીમાં પણ ગુજરાતીમાં માહિતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી હું સરકારી કચેરીના વડા અને ખાનગી કંપનીના સીઇઓને વિનંતી કરવા માગું છું કે આને  માત્ર ઠરાવ ના સમજી અને આપણી જવાબદારી સમજીને તેનો અમલ કરો. તેમજ રાજ્ય સરકારના ગુજરાતી ભાષાના ગૌરવશાળી ઇતિહાસને જાળવવાવા સહભાગી થાવ તેવી અપીલ છે.

સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતી ભાષાનું મહત્વ અને ગૌરવશાળી ઇતિહાસ જાળવવા મહત્વનો નિર્ણય લેવાયો છે..રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે પરિપત્ર કર્યો છે કે સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે. પ્રથમ તબક્કામાં આ નિર્ણય રાજ્યના 8 મહાનગરોમાં અમલી બનશે. એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં નિર્ણયનો અમલ કરાશે. આ શહેરોના સાર્વજનિક સ્થળો પર જાહેરાત, સૂચના, દિશા-નિર્દેશ અને માહિતીના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આ સિવાય સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેમકે, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, શાળા, કોલેજ, સુપર માર્કેટ, મોલ્સ, હોસ્પિટલ, કોફી શોપ, વાંચનાલયમાં સૂચના અને માહિતીના બોર્ડ હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લગાવવાના રહેશે. ટૂંકમાં જાહેર સ્થળોએ ક્યાંય પણ લગાવેલા બોર્ડ પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.

ગુજરાતી ભાષાના મહત્વને જાળવી રાખવા ઠરાવ

મહત્વનું છે કે ‘ગુજરાતી’ એ એક ફક્ત ભાષા નથી. પરંતુ ખૂબ જ બહોળો અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી સંસ્કૃતિ છે. પણ હાલમાં શહેરીકરણની સાથે-સાથે પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે.. જેના કારણે શહેરોમાં આજે ગુજરાતી ભાષાનું ઘટતું જઈ રહ્યું છે. લોકો અંગ્રેજી અને હિન્દી ભાષાને અગ્રીમતા આપતા થયા છે.. તેથી ગુજરાતી ભાષાના મહત્વને જાળવી રાખવા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો : Surat : મચ્છરોનો ત્રાસ દૂર કરવા લોકોની ફરિયાદ સામે સરકારી જવાબ, મચ્છરદાનીનો ઉપયોગ કરો

આ પણ  વાંચો : Jamnagar: 2022-23નું બજેટ સામાન્ય સભામાં મંજૂર, વિપક્ષે ભષ્ટ્રાચારના આક્ષેપ કર્યા

 

Published on: Feb 19, 2022 07:29 PM