કોરોના સંક્રમિત થયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાની તબીયત લથડી, હાલ સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર

| Edited By: | Updated on: Jan 25, 2022 | 7:06 AM

અનિલ જોશીયારાની તબિયત લથડતા કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કરી જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે.

ગુજરાતમાં કોરોના (Corona)ના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર (third wave) શરુ થઈ ગઈ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારા પણ કોરોના સંક્રમિત (Corona positive) થયા છે. જો કે ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારાની તબિયત હાલમાં ખૂબ નાજુક છે.

પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થયા છે. કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનીલ જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે. સિમ્સ હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છેલ્લા ત્રણેક દિવસથી તેઓ વેન્ટિલેટર પર છે. અનિલ જોશીયારાની તબિયત લથડતા કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કરી જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતા. તબીબોના જણાવ્યા પ્રમાણે જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં ધારાસભ્ય જે.વી.કાકડિયા, રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ ભરતસિંહ ડાભી, પ્રધાન જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર કોરોના સંક્રમિત થયા છે. તમામ હોમ આઈસોલેશનમાં છે. બીજી તરફ કોંગ્રેસના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ , કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.

આ પણ વાંચો- Surat : કોરોનાના નિયમો ભુલાયા, જાહેરમાં તલવારથી કેપ કાપતો કથિત વિડીયો વાયરલ

આ પણ વાંચો- Ahmedabad : પત્નીએ જ પીજી ચલાવતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, આડા સંબંધોનો આક્ષેપ