આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યારે ક્યાં થશે માવઠું, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યારે ક્યાં થશે માવઠું, જુઓ Video

| Updated on: Jun 01, 2025 | 7:35 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈ મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો સ્થિતિને જોતા આગામી બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતના શહેરો સુરત, નવસારી,વલસાડ, તાપી, ડાંગ, નર્મદામાં વરસાદની શક્યતા છે.તો છોટાઉદેપુર સહિત અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જૂન માસમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જૂન માસમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થશે તેવી આગાહી કરી છે. 4 થી 5 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદનું આગમન થશે. તારીખ 5 જૂન બાદ પવનોમાં બદલાવ જોવા મળશે.

અરબ સાગરમાં 12 થી 15 જૂન બાદ થોડી હલનચલન જોવા મળશે.12 થી 15 જૂન બાદ રાજ્યના સૌરાષ્ટ્ર સહિત ના જુદા જુદા ભાગોમાં વરસાદ જોવા મળશે. ખેડૂતોના વાવેતર માટે વરસાદ સારો રહેશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. 19 થી 20 જુલાઈ માં પૂર્વ સહિત પશ્ચિમમાં સારો વરસાદ થશે. 28 જુલાઈ બાદ સારો વરસાદ રહેશે. આંધી વંટોળના કારણે ખેડૂતોના ઊભા પાકમાં અસર પડી શકે છે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..