વીડિયો: વિધાનસભામાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક રજૂ

વીડિયો: વિધાનસભામાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક રજૂ

| Edited By: | Updated on: Feb 02, 2024 | 8:20 AM

ગુજરાતમાં હાલ વિવિધ 3 ગણોત વહીવટના કાયદા અમલમાં છે. જમીન બિનખેતી કરવા 30 જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. કેટલાકની અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો, ત્યારે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યુ છે. પ્રધાન બલવંતસિંહ રાજપૂત દ્વારા વિધાનસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલ અંતર્ગત કલમમાં સુધારા કરી ખેતીની જમીન બિનખેતી કરવા મંજૂરી આપવામાં આવશે.

ગુજરાતમાં હાલ વિવિધ 3 ગણોત વહીવટના કાયદા અમલમાં છે. જમીન બિનખેતી કરવા 30 જૂન 2015 અંતિમ તારીખ જાહેર કરાઈ હતી. કેટલાકની અરજી કરવાની બાકી હોવાથી જમીનનો હેતુફેર થઈ શક્યો નહોતો, ત્યારે હેતુફેર કરવાની સમયમર્યાદા વધારવા કાયદામાં સુધારો કરાશે. નવા કાયદાથી 2015 પહેલા ખરીદેલી જમીનનો હેતુફેર થઇ શકશે. ધાર્મિક, આરોગ્ય, શિક્ષણ-સામાજિક સંસ્થા જમીન બિનખેતી કરી શકશે.

ગુજરાતમાં હાલમાં આ 3 કાયદા અમલમાં છે.

  1. ગુજરાત રાજ્યના મુંબઈ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948
  2. ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન ( વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર) અધિનિયમ 1958
  3. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો