ગુજરાત સરકાર દ્વારા શહીદોને એક કરોડનું વળતર આપવાની માંગ, સહી ઝુંબેશ શરૂ કરાઇ
ગુજરાતના જવાન વિશાલ વાજાએ RTIમાં માહિતી મંગાવી હતી. જેમાં શહીદોના પરિવારજનોને સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય અપાતી હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી અત્યાર સુધી 95 જેટલા જવાનો સુરક્ષા કરતા કરતા શહીદ થયા છે
ભારતીય સૈન્યમાં સેવા આપનારા ગુજરાતી(Gujarati) યુવાનોને જો શહીદી(Martyr) વ્હોરવી પડે તો તેમના પરિવારજનોને ગુજરાત સરકાર દ્વારા એક કરોડ રૂપિયાની(Crore) સહાય આપવામાં આવે. આ માગ છે સૈન્યમાંથી વય નિવૃત્ત થયેલા એક જવાનની. દેશની સેનામાં 19 વર્ષ નોકરી કરીને વય નિવૃત થયેલા ગુજરાતના જવાન વિશાલ વાજાએ RTIમાં માહિતી મંગાવી હતી. જેમાં શહીદોના પરિવારજનોને સરકાર દ્વારા એક લાખ રૂપિયા સહાય અપાતી હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયા પછી અત્યાર સુધી 95 જેટલા જવાનો સુરક્ષા કરતા કરતા શહીદ થયા છે તેમાં રાજ્ય સરકાર દ્વારા માત્ર એક લાખ રૂપિયાનું નાણાંકીય વળતર ચૂકવવામાં આવે છે. ત્યારે શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા સુધીની સહાય ચુકવવા હસ્તાક્ષર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં એક કરોડ સહી કરવાની તૈયારી કરાઈ છે.
અન્ય રાજ્યોમાં કેટેગરી વાઇઝ અઢી કરોડથી લઈને 50 લાખ સુધી નાણાકીય સહાય કરવામાં આવે છે. આ મામલે ગુજરાત રાજ્યના જવાનોને અન્યાય થતાં હોવાનું જણાતા વિશાલભાઈ એ એક મુહિમ શરૂ કરી જેમાં રાજ્યના દરેક શહીદ જવાન માટે આર્થિક વળતરની માગ કરાઈ છે. જે માટે CM અને ગૃહ પ્રધાન સહિત રાજ્યપાલને પણ અનેક વખત પત્ર વ્યવહાર કરીને જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ સરકાર દ્વારા કોઈ પણ જવાબ ન મળતા જવાન દ્વારા હસ્તાક્ષર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આ અભિયાનમાં સફળતા મળે તેમાં લોકો પણ જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગર પોલીસે આ રીતે છોડાવ્યા દિલ્હી અને કોલકત્તામાં વિદેશ જવાના બહાને છેતરાયેલા બંધક 15 લોકોને
આ પણ વાંચો : કચ્છમાં જાણે તસ્કર રાજ ? મંદિર ચોરીની ઘટના પછી મુન્દ્રામાં 6 મકાનના તાળા તોડી લાખોની ચોરી !