ગુજરાતમાં કિસાન સંઘે ખેડૂતોને 8 કલાક વીજળી આપવાના સરકારના આશ્વાસન બાદ આંદોલન મોકૂફ રાખ્યું

| Edited By: | Updated on: Mar 29, 2022 | 11:12 PM

ગુજરાતને 2500 મેગાવોટ વિન્ડ પાવર મળ્યો છે.સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, 500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે.ઉદ્યોગોમાં જે વીજકાપ કર્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.આ તરફ ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળી બચાવવા માટે લોકોને અપીલ કરી હતી.

ગુજરાતમાં(Gujarat)  ખેડૂતોને(Farmers)  પુરતી વીજળી આપવા મુદ્દે રાજ્ય સરકાર સાથે યોજાયેલી કિસાન સંઘની(Kisan Sangh)  બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠક સરકાર તરફથી આશ્વાસન મળતા કિસાન સંઘે હાલ આંદોલન મોકૂફ રાખ્યું છે.સરકારે કહ્યું હતું કે, જે વિસ્તારમાં ખેડૂતોનો પાક છે ત્યાં તાત્કાલિક ધોરણે 8 કલાક વીજળી આપવામાં આવશે.કચ્છ અને બનાસકાંઠામાં આજથી 8 કલાક વીજળી આપવામાં આવશે. આ બેઠકમાં વીજ મીટર મરજિયાત કરવા અંગે પણ થઈ ચર્ચા હતી. ગુજરાતમાં ખેડૂતેને આપવામાં આવતી વીજળીનો મુદ્દો ઘણા દિવસથી ગરમાયો છે…ખેડૂતોનો આરોપ છે કે સરકાર તેમને ઓછા કલાકો વીજળી આપે છે. જ્યારે ધરણા-પ્રદર્શન વચ્ચે રાજ્યમાં વીજ સમસ્યા ઉકેલાઈ હોવાનો સરકારે દાવો કર્યો છે.વિધાનસભા ગૃહમાં ઊર્જાપ્રધાન કનુ દેસાઈએ દાવો કર્યો કે, તમામ 8 ઝોનમાં વીજળી આપવામાં આવી છે.

વીજ સમસ્યાનો અંત ટૂંક સમયમાં આવી જશે

ગુજરાતને 2500 મેગાવોટ વિન્ડ પાવર મળ્યો છે.સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, 500 મેગાવોટ ઉદ્યોગમાં વીજકાપ કરવામાં આવશે.ઉદ્યોગોમાં જે વીજકાપ કર્યો છે તેનો સીધો ફાયદો ખેડૂતોને મળશે.આ તરફ ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળી બચાવવા માટે લોકોને અપીલ કરી હતી.તેમણે કહ્યું, જો લોકો ઓછો વીજ વપરાશ કરશે તો, આ વીજ સમસ્યાનો અંત ટૂંક સમયમાં આવી જશે.તેમણે બાકી રહેલા વીજ કનેક્શન સપ્ટેમ્બર મહિના સુધી પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી

આ પણ વાંચો :  Ahmedabad : ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા

આ પણ વાંચો :  Surat : થીમ બેઇઝડ સાડીનું વધતું ચલણ , પુષ્પા બાદ હવે The Kashmir Files ની સાડી માર્કેટમાં આવી