AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જમીન રિ-સર્વે કરવાની માંગ સાથે સરવે ઓફિસમાં ખેડૂતોનું હલ્લાબોલ, સેટેલાઇટથી થયેલા સર્વેમાં ગેરરિતી થઇ હોવાનો ખેડૂતોનો આક્ષેપ, જુઓ Video

જમીન રિ-સર્વે કરવાની માંગ સાથે સરવે ઓફિસમાં ખેડૂતોનું હલ્લાબોલ, સેટેલાઇટથી થયેલા સર્વેમાં ગેરરિતી થઇ હોવાનો ખેડૂતોનો આક્ષેપ, જુઓ Video

Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 03, 2023 | 8:56 PM
Share

ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં 60 જેટલા ખેડૂતો રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવેલા સેટેલાઇટ સર્વેમાં અન્યાય થયો હોવાથી ફરી સર્વેની માંગ સાથે હલ્લાબોલ કર્યું

Rajkot: જામનગર રોડ પર આવેલી સરવે ઓફિસની કચેરીમાં આજે ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયાની આગેવાનીમાં 60 જેટલા ખેડૂતો રાજ્ય સરકાર દ્રારા કરવામાં આવેલા સેટેલાઇટ સર્વેમાં અન્યાય થયો હોવાથી ફરી સર્વેની માંગ સાથે હલ્લાબોલ કર્યું હતું અને અધિકારીને પોતાની જમીનના પુરાવાઓ રજૂ કરીને રજુઆત કરી હતી. ખેડૂતોના વિરોધને જોતા સર્વે ઓફિસના અધિકારીએ પણ ખેડૂતો સાથે જમીન પર બેસીને રજૂઆત સાંભળી હતી.

સેટેલાઈટ સર્વે મોટુ કૌભાંડ છે-પાલ આંબલિયા

આ અંગે કોંગ્રેસ કિસાન સંઘના પ્રમુખ પાલ આંબલિયાએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે સેટેલાઇટ સર્વે કર્યો છે જેમાં અનેક ગેરરિતીઓ સામે આવી છે. આ ગેરરિતીઓમાં ખેડૂતોને અન્યાય થયો છે. અનેક ગૌચર અને સાંથણીની જમીનો ખાનગી માલિકોને સોંપી દેવામાં આવી છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા,પડઘરી,ગોંડલ સહિતના તાલુકાઓમાં સેટેલાઇટ સર્વેમાં ભુલ થઇ છે.

એટલું જ નહિ સર્વેની શરત પ્રમાણે ખેડૂતોને નોટિસ આપી ગ્રામસભા બોલાવીને આ સર્વે કરવાનો હતો પરંતુ સર્વે કરનાર કંપની દ્રારા ઓફિસમાં બેસીને સર્વે કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે અને 10 વિઘાથી લઇને 4 હેક્ટર સુધીની જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. સરકાર દ્રારા રિ સર્વે કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

કેવા છે સર્વેમાં ગોટાળા

  1. અનેક ખેડૂતોના જમીન સ્થળમાં ફેરફાર થયો છે
  2. કોઇક ગામમાં તળાવની અનામત જમીન ખાનગી માલિકીના નામે કરી દેવામાં આવી છે
  3. ગૌચર અને સાંથણીની જમીન ખાનગી માલીકોના નામે કરી દેવામાં આવી છે
  4. કેટલાક ખેડૂતોની માલિકીની જમીન સરકારી ખરાબો દર્શાવીને ઓછી થઇ ગઇ છે
  5. સેટેલાઇટ સર્વેમાં રોજકામ ન કરવામાં આવતા અવિશ્વાસ ઉભો થયો છે
  6. એકબીજા સેઢામાં ખેડૂતોની જમીન આવી જવાને કારણે ખેડૂતો વચ્ચે પ્રશ્નો ઉભા થયા છે

આ પણ વાંચો  : હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાનું મોત, ડોક્ટરની બેદરકારનો પરિવારજનોએ લગાવ્યો આક્ષેપ, જુઓ Video

જિલ્લામાં 24 હજાર અરજીઓ આવી-અધિકારી

આ અંગે સર્વે ઓફિસના અધિકારી ગાંઘીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજકોટ જિલ્લામાં સેટેલાઇટ સર્વેમાં વાંઘો હોય તેવી 24 હજાર જેટલી વાંધા અરજીઓ આવી છે જેમાંથી 14 હજાર અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.રાજ્ય સરકારની સૂચના પ્રમાણે જે ખેડૂતોને સર્વેમાં સંતોષ ન હોય તેવા ખેડૂતો પોતાના આધાર પુરાવા સાથે રાખીને અહીં આવે ત્યારે તેની ચકાસણી હાથ ધરવામાં આવે છે અને આ સર્વેની કામગીરી કરવામાં આવે છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 03, 2023 07:43 PM
g clip-path="url(#clip0_868_265)">