ગુજરાતમાં શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના પગારમાં વધારો જાહેર

ગુજરાતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકોના(Teachers) પગારમાં વધારો કરાયો છે. સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ-પે આપ્યો છે. રાજ્ય શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, છઠ્ઠા પગાર પંચ મુજબ 9300 થી 34,800 સુધીના 4200ના ગ્રેડ-પેને મંજૂર અપાઈ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2022 | 10:15 PM

ગુજરાતની(Gujarat)  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓના શિક્ષકોના(Teachers)  પગારમાં વધારો કરાયો છે. સરકારે નગરપાલિકા અને મહાનગરપાલિકાના શિક્ષકોને 4200 ગ્રેડ-પે આપ્યો છે. રાજ્ય શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ(Jitu Vaghani)  ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, છઠ્ઠા પગાર પંચ મુજબ 9300 થી 34,800 સુધીના 4200ના ગ્રેડ-પેને મંજૂર અપાઈ છે. જેનો સીધો લાભ નગરપાલિકા સંચાલિત શાળાના 11 હજાર શિક્ષકોને મળશે. અગાઉ સરકારે માત્ર સરકારી શાળાના શિક્ષકોનો જ ગ્રેડ-પે મંજૂર કર્યો હતો. મહાનગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકોની લડત બાદ સરકારે આ નિર્ણય લીધો હતો.

આ ઉપરાંત આજે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે આવી ગયા છે ખુશ ખબર. દિવાળી  પહેલા રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણય લીધો છે. સરકારી કર્મચારીઓના મેડિકલ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે, કર્મચારીઓની માગને પગલે નાણા વિભાગે એક પરિપત્ર કર્યો છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે હવે સરકારી કર્મચારીઓને 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ મળશે. રૂપિયા 300થી વધારી 1000 રૂપિયાનું મેડિકલ એલાઉન્સ કરવામાં આવ્યું છે. મહત્વનું છે મેડિકલ એલાઉન્સ વધારવાની માગ સાથે સરકારી કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા હતા. જેથી સરકારે કર્મચારીઓને મેડિકલ એલાઉન્સ વધારવાની ખાતરી આપી હતી.

7 મા પગારપંચના અમલની માગ સરકારે સ્વિકારી

થોડા સમય અગાઉ સરકારી કર્મચારીઓએ 7 મા પગારપંચના અમલ માટે આંદોલન કર્યું હતુ. જેના ભાગ રૂપે સરકારે લાંબા સમયથી ચાલતા આંદોલનનો અંત લાવવા કર્મચારી મંડળોની વિવિધ માગણીઓ સ્વિકારી હતી . સંયુક્ત કર્મચારી મોરચાના દિગુભા જાડેજાએ આ અંગે નિવેદન આપ્યું હતુ કે, અમારી મુખ્ય 15 માગણીઓ હતી. સરકારે તમામ પગારપંચ, ભથ્થાની બાબતો સ્વીકારી છે. જૂથ વિમા અંગે નિર્ણય કરાયો છે. જૂની પેન્શન યોજના અમારી મુખ્ય માગણી હતી. મેડિકલ ભથ્થુ 300ના બદલે 1000 આપવામાં આવશે. CCCની મુદત વધારો કરાયો છે. હવે ડિસેમ્બર 2024 સુધીમાં CCC પરીક્ષા પાસ કરવાની રહેશે. 7માં પગાર પંચના તમામ લાભ આપવામાં આવશે. ઉચ્ચતર પગાર ધોરણ અંગે નિર્ણય કરાયો છે.

Follow Us:
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
જખૌ નજીક બિનવારસી હાલતમાં 10 ડ્રગ્સના પેકેટ મળ્યા
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ પહોંચ્યો ગુજરાત
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની થઈ હત્યા
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
સુરતમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્રનો પર્દાફાશ- જુઓ-Video
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
આ 5 રાશિના જાતકો ગુસ્સા પર રાખે નિયંત્રણ, નહીં તો બનતુ કામ બગડશે
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
g clip-path="url(#clip0_868_265)">