Gujarat : છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ નોંધાયો, સૌથી વધારે ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકમાં રાજયમાં 28 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ પડયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 9:28 AM

રાજયમાં કયાં-કેટલો વરસાદ નોંધાયો ?

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશાલીનો માહોલ છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 28 જિલ્લામાં વરસાદ પડયો છે. જેમાં 163 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ નર્મદાના ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ પડયો છે. સાગબારામાં પોણા છ ઈંચ, પલસાણામાં પાંચ ઈંચ, સુરત શહેરમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્ચો છે. ઉમરપાડામાં સવા ચાર ઈંચ, નવસારીમાં ચાર, નેત્રંગમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે ચિખલી, વાપી, જલાલપોરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, કામરેજ, ગણદેવી, ઉમરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. વઘઈ, બારડોલી, ભાવનગર, ચોર્યાસીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકયો છે.

રાજયમાં આ તાલુકામાં નોંધાયો વરસાદ 

ભાવનગર જિલ્લાની વાત કરીએ તો વલ્લભીપુરમાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. જયારે શિહોર અને ઉમરાળામાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો છે. ધારીમાં પોણા બે ઈંચ, પાલિતાણામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગરના પાલીતાણામાં સર્જાઇ દુર્ઘટના

ભાવનગરના પાલીતાણાના મોટી રાજસ્થળી રોડ પર એક દુર્ઘટના સર્જાઇ છે. એક્ટિવા લઇને શાળાએ બાળકોને મુકવા જતી માતા બે બાળકો સાથે પાણીમાં તણાઇ છે. જેમાં મહિલાનો બચાવ, પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થયા છે. હાલ ફાયર ટીમ દ્વારા બંને બાળકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બોટાદમાં વહેલી સવારથી વરસાદ આગમન થયું છે. બોટાદ, ગઢડામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે.

અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારે વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. જેમાં લાઠી, દામનગર, લીલાયામાં વરસાદ ખાબકયો છે. તો ધારી, બાબરામાં પણ વરસાદથી રાહત અનુભવાઇ છે.

ગીરસોમનાથ તેમજ આસપાસના પંથકમાં વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર મળી રહ્યાં છે.રાજકોટ જિલ્લાના ગોંડલમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઇ છે.

ભરૂચમાં લાંબા સમય બાદ મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ નોંધાયો છે. વહેલી સવારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક છે.નોંધનીય છેકે 8 સપ્ટેમ્બર અને 9 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં કેટલીક ઠેકાણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">