Surat: વ્યાજના વિષચક્રમાં ફસાયો યુવાન, ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ દૂર કરી મુશ્કેલી, જુઓ Video
સુરતમાં અલથાણ ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતમાં લોકદરબાર યોજાયો હતો. જેમાં ગલ્લા તેમજ કેબીન રાખી ગુજરાન ચલાવતા લોકોના પ્રશ્નો સાંભળી તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
Surat: અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોક સંવાદ કાર્યક્રમમાં લારી, ગલ્લા તેમજ કેબીન રાખી ગુજરાન ચલાવતા લોકોના પ્રશ્નો સાંભળી તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન એક વ્યક્તિએ ઉભા થઈને ગૃહ મંત્રીને પોતે વ્યાજના ચુંગલમાં ફસાયો હોવાની રજૂઆત કરતા ગૃહમંત્રીએ તાત્કાલિક પીઆઈને વ્યક્તિની મદદ કરવા આદેશ કર્યો હતો અને પોલીસે તે યુવકને પીએમ સ્વનિધિ યોજના દ્વારા લોન અપાવી હતી.
સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરો સામે એક સ્પેશીયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી અને ગેરકાયદેસર વ્યાજ વસુલતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરી હતી એટલું જ નહી લોકોને લોન મળી રહે અને આવા વ્યાજખોરોના ચુંગલમાં લોકો ન ફસાય તે માટે પોલીસ દ્વારા લોન વિષે માહિતી અપાવી લોન અપાવવાનું કાર્ય પણ કર્યું હતું આ માટે સુરતના અલથાણ કોમ્યુનીટી હોલ ખાતે લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : કડિયાવાડમાં મકાન ધરાશાયી થયા બાદનું Tv9નું રિયાલિટી ચેક, હજુ પણ અનેક ઈમારતો જર્જરિત હાલતમાં, જુઓ Video
લોક સંવાદ બાદ પોલીસે યુવકને બોલાવી તેની રજૂઆત સાંભળી હતી અને બાદમાં પાંડેસરા સ્થિત આવેલી બેંકમાંથી પીએમ સ્વનિધિ યોજનામાંથી લોન પણ અપાવી હતી. યુવકને લોન મળી જતા તે માનસિક તણાવમાંથી મુક્ત થયો હતો અને ગૃહમંત્રી અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.