ગુજરાતના દેવભૂમિ દ્વારકામાં(Dwarka) આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગની ( Nageshwar Jyotirlinga) પૂજાના અધિકાર સ્થાપનની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી બાદ કોર્ટના હુકમના તિરસ્કારની રજૂઆત કરાઇ છે. જેમાં કોર્ટનો હુકમ હોવા છતાં પોલીસ રક્ષણ માટેની અરજી પર નિર્ણય નહિ લેવાતો હોવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરાઇ છે. જે અંગે હાઇકોર્ટના ચીફ જસ્ટિસે અરજદારને ટકોર કરી છે કે પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. પૂજાના હકના સ્થાપન માટે પોલીસને મંદિરમાં લઇ જવી યોગ્ય નથી. કોર્ટના હુકમના તિરસ્કારની અરજીનો કોર્ટે નિકાલ કર્યો છે સાથે જ સક્ષમ કોર્ટ યોગ્ય અરજી અને રજૂઆતો સાથેની અલગ પિટિશન કરવાની હાઇકોર્ટે અરજદારને છૂટ આપી છે.
આ પણ વાંચો : Rajkot : પત્નીએ પતિને પ્રેમિકા સાથે રંગે હાથે ઝડપ્યો, પ્રેમિકાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ