Gujarat Weather Forecast: આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવના એંધાણ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ

| Updated on: Jul 04, 2026 | 11:03 AM

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેવાની સંભાવના છે, જેના કારણે જનજીવન પર વ્યાપક અસર પડી શકે છે.

સુરત, નવસારી, ડાંગ અને વલસાડ માટે રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ટૂંકા સમયમાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી નદી-નાળા છલકાવા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા તેમજ વાહનવ્યવહાર ખોરવાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તંત્રે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.

આવતીકાલે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધશે

હવામાન વિભાગના અનુમાન મુજબ આવતીકાલે વરસાદી સિસ્ટમ મધ્ય અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. અમદાવાદ સહિત ગાંધીનગર, ખેડા, આણંદ, મહેસાણા, પાટણ અને આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પ્રબળ શક્યતા છે. અમદાવાદમાં પણ આગામી 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે, જેના કારણે શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક પર અસર થવાની શક્યતા છે.

આગામી પાંચ દિવસ સાવચેતી રાખવાની તંત્રની અપીલ

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી સતત ભેજ મળવાના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે. આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. તંત્રે નદીકાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા, હવામાન વિભાગની આગાહીઓ પર નજર રાખવા અને જરૂરિયાત વિના જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે.

આ પણ વાંચો- Breaking News: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં ખાબક્યો 22.6 ઇંચ

Published on: Jul 04, 2026 11:02 AM
Follow Us