Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ! 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર, જુઓ Video

Weather Alert : ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ! 4 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર, જુઓ Video

| Updated on: Jul 03, 2026 | 9:05 PM

ગુજરાતમાં 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે અને તેની સાથે જ અનેક સ્થળોએ મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે. આગામી 4 જુલાઈએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયા છે.

આગામી 4 જુલાઈએ ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

વધુમાં, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, પંચમહાલ અને મહીસાગર જેવા છ જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.

જૂનાગઢમાં વરસાદી કહેર, પાણીમાં ફસાયેલી ST બસના તમામ મુસાફરોનું સફળ રેસ્ક્યુ

Follow Us