Breaking News : ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! રાજકોટમાં તાપમાન 40°C, અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર

| Edited By: | Updated on: Mar 09, 2026 | 9:28 AM

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધ્યો છે અને અનેક શહેરોમાં તાપમાન 39 થી 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હીટવેવની આગાહી વચ્ચે હવામાન વિભાગે કચ્છ, અમદાવાદ, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના ઓછામાં ઓછા 8 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે રાજકોટમાં સૌથી વધુ 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હીટવેવની શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ ગાંધીનગર, રાજકોટ અને બોટાદમાં પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર

આ સિવાય અમરેલી, ભાવનગર, સુરત અને વડોદરા જિલ્લામાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદમાં આગામી બે દિવસમાં તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.

ક્યા શહેરમાં કેટલુ છે તાપમાન?

તાપમાનના આંકડા મુજબ ડિસામાં 39.6 ડિગ્રી, અમદાવાદ અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 39.4 ડિગ્રી, સુરતમાં 39.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સતત વધતી ગરમીને કારણે લોકો માટે બપોરના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગે લોકોને વધુ ગરમીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપી છે.

 ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. હવામાન વિભાગ દ્વારા તેને લઇને આગાહી કરવામાં આવે છે.  TV9 ગુજરાતી દ્વારા આ રોજે રોજના હવામાન વિશે આગાહી કરવામાં આવે છે.જેને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.