Weather Breaking: ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યવાસીઓને હાલ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ વરસાદના કોઈ વાવડ જણાતા નથી.

| Edited By: | Updated on: May 24, 2026 | 9:18 PM

રાજ્યવાસીઓ હાલ કાળજાળ ગરમીથી ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. પરંતુ હજુ સુધી આ ગરમીમાંથી રાહત મળવાના કોઈ જ એંધાણ જણાતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હાલ વરસાદ પડવાની કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી. આગામી દિવસોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવના જણાઈ દેખાઈ નથી રહી. હજુ એક સપ્તાહ સુધી રાજ્યવાસીઓએ તાપનું ટોર્ચર સહન કરવુ પડશે.

મેગા સિટી અમદાવાદની વાત કરીએ તો, અહીં પણ તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યો છે, જેના કારણે બપોરે અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં 42.4 ડિગ્રી નોંધાઈ છે. સૂર્યદેવતા હજુ પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.

ભરઉનાળે ભાલ પંથકના લોકો તરસે મરવા મજબુર, બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video

Published On - 9:18 pm, Sun, 24 May 26

Follow Us