કોરોના સામે સરકાર એક્શન મોડમાં: દરેક જિલ્લામાં IAS અધિકારીઓને સોંપાઈ જિલ્લા પ્રભારી સચિવની જવાબદારી
ગુજરાત સરકારે કોરોના વાયરસની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાઓમાં પ્રભારી સચિવની નિમણૂક કરી છે.
Gandhinagar: કોરોનાના વધતા કેસને (Corona Case) લઈને સરકાર (Gujarat Government) એક્શન મોડમાં જોવા મળી રહી છે. સરકાર દ્વારા સચિવોને વધારાની જવાબદારી સોંપાઈ છે. ત્યારે જણાવી દઈએ કે જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. આ અનુસાર અમદાવાદ પ્રભારી તરીકે સચિવ મુકેશ કુમારની નિમણૂક થઇ છે. તો રાજકોટમાં રાહુલ ગુપ્તા, વડોદરામાં વિનોદ રાવની નિમણૂક કરવામાં આવી છે.
બીજી તરફ જૂનાગઢ હરિત શુક્લ, જામનગર એન.બી.ઉપાધ્યાયની નિમણૂક જિલ્લાના પ્રભારી સચિવ તરીકે કરવામાં આવી છે. આ સાથે જ ભાવનગરમાં સોનલ મિશ્રાને પણ જવાબદારી સોંપાઈ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. 5 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા હતા, તો 6 જાન્યુઆરીએ 4213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોચ્યો છે.
આ પણ વાંચો: કોરોનાનો કહેર: ઉત્તરાયણ પર પોળમાં ધાબા ભાડે નહીં મળે? કેસ વધતા ધાબાના માલિકોએ બુકિંગ કર્યા કેન્સલ
આ પણ વાંચો: કમોસમી વરસાદથી ખેતીને ફટકો: સાબરકાંઠા-અરવલ્લીના ખેડૂતોના પાક બગડ્યા, ફલાવરના પાકને વ્યાપક નુકસાન